આ દિવસે Xiaomi લોન્ચ કરી રહી છે શાનદાર સ્માર્ટફોન, 48MP કેમેરા અને આ ફીચર્સ
શાઓમી (Xiaomi) ખૂબ જલદી ભારતીય બજારમાં રેડમી S સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. જાણકારી અનુસાર કંપની 20 મેના રોજ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro માફક 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પહેલીવાર Xiaomi એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે.
નવી દિલ્હી: શાઓમી (Xiaomi) ખૂબ જલદી ભારતીય બજારમાં રેડમી S સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. જાણકારી અનુસાર કંપની 20 મેના રોજ Redmi Note 7S લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં Redmi Note 7 Pro માફક 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં પહેલીવાર Xiaomi એક સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે.
શાઓમી ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટર મનૂ જૈને ટ્વિટર પર આ વાતની જાણકારી આપી છે. જાણકારી અનુસાર આ સ્માર્ટફોનમાં ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટાભાગના ફીચર Redmi Note 7 જેવા જ હશે, જેમ કે ડોટ ટ્રોપ નોચ, ગ્લાસ બોડી.
Redmi Note 7S ની કિંમતને લઇને હજુ સુધી કોઇ જાણકારીન નથી. પરંતુ Redmi Note 7 જેવા ફીચર હોવાના લીધે માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત પણ તે રેંજમાં થઇ શકે છે. Redmi Note 7 ની કિંમત 9999 રૂપિયાથી શરૂ થાય છે. તેના ટોપ મોડલની કિંમત 11999 રૂપિયા છે. Redmi Note 7 Pro ની કિંમત 139999 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ટોપ મોડલની કિંમત 16999 રૂપિયા છે.
શાઓમીના માર્કેટ શેર સતત વધી રહ્યા છે. ભારતીય બજાર કંપની માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એટલા માટે કંપની સતત નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. થોડા દિવસો પહેલાં એક ટીઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપની ખૂબ જલદી Redmi K20 લોન્ચ કરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં માર્કેટમાં Poco F1 પણ લોન્ચ કરવામાં આવશે.