Yamaha RX100 May Launch Soon: જો તમે ભારતની સૌથી સફળ મોટરસાઈકલોની વાત કરીએ તો એવું ના બને કે યામાહા આરએક્સ100ની ગણતરી ના થતી હોય. યામાહા આરએક્સ100 એવી બાઈક છે, જેણે કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. આજે પણ સૌથી વધુ લોકો યામાહા આરએક્સ100 વિશે જરૂર જાણતા હશે, પછી તે કોઈપણ ઉંમરની જનરેશનના હોય. યામાહા આરએક્સ100 તે માટકસાઈકલોમાંથી છે, જેણે ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ આ બાઈકને પસંદ કરનાર લોકોની સંખ્યા ખુબ જ વધારે હશે. તેનું પ્રોડક્શન 1985માં શરૂ થયું હતું અને 1996માં બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કંપની આ બાઈકને ફરીથી બજારમાં બૂમ પડાવવા માટે લોન્ચ કરી શકે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં યામાહા ઈન્ડિયાના અધ્યક્ષ ઈર્શિન ચિહાનાએ જણાવ્યું હતું કે યામાહાએ અત્યાર સુધી કોઈ પણ પ્રોડક્ટ પર RX100 નામનો ઉપયોગ કર્યો નથી કારણ કે ભવિષ્યમાં તેને લઈને કંપનીની યોજના છે. 


તેમના આ નિવેદનથી ઈશારો મળે છે કે RX100ને પાછું બજારમાં ઉતારવામાં આવી શકે છે. જોકે, કંપની જૂની Yamaha RX100ને પાછું લાવી શકે તેમ નથી કારણ કે તેમાં ટૂ સ્ટ્રોક એન્જિન મળતું હતું, જે ક્યારેય પણ BS6 ઉત્સર્જન માનદંડો સાથે મેચ કરતું નથી. એવામાં તેના એન્જિનમાં ફેરફાર કર્યા બાદ જ બજારમાં ઉતારવામાં આવી શકે છે. જો કંપની RX100ને ફરીથી લોન્ચ કરે છે, તો તેની ડિઝાઈનમાં પણ અપડેટ કરવામાં આવશે.


જોકે, RX100ને ફરીથી લોન્ચ હાલમાં કરવામાં આવશે નહીં, તેના માટે લોકોને થોડી રાહ જોવી પડશે. રિપોટ્સ અનુસાર, જો યામાહા RX100ને લાવવામાં આવશે તો પણ 2025 પહેલા તો કોઈ શક્યતા દેખાઈ રહી નથી. કંપની તેને 2026 માટે પ્લાન કરી શકે છે. કંપનીને તેના માટે ઘણું કામ કરવાનું બાકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube