નવી દિલ્હી: BMW ગ્રુપે iX ફ્લો રજૂ કરી છે જે બટન દબાવવાથી તેનો રંગ બદલી નાખે છે. આ સાથે ઈલેક્ટ્રોફોરેટીક ટેક્નોલોજી આપવામાં આવી છે જેમાં કારનો રંગ કાળાથી સફેદ કે મિક્સ કરી શકાય છે. આ ઉપરાંત સફેદ રંગમાં કાર કારની બોડી પરના ગ્રાફિક્સ પણ બદલી શકાય છે. નવી iX ફ્લો તાજેતરમાં BMW દ્વારા રજૂ કરાયેલ 2021 iX ઇલેક્ટ્રિક SUV પર આધારિત છે. તાપમાનના હિસાબે આ કારનો રંગ પણ હળવો થઈ જાય છે, જેના કારણે કેબિનમાં વધતી ગરમીને ઘણી ઓછી કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગ બદલવાની ટેકનોલોજીને IX ફ્લો નામ આપ્યુ
BMW 1997 માં શરૂ થતેલી ઇ-ઇંક નામની કંપની સાથે વાહનોની એપ્લિકેશન માટે કામ કરી રહી છે, આ કંપની સોની અને એમેઝોન જેવી બ્રાન્ડ માટે કિન્ડલ રીડર્સ અને કોમર્શિયલ ડિસ્પ્લે ટેકનોલોજી પ્રદાન કરે છે. BMW માટે ઇ-ઇંક કી એપ્લિકેશન એક કવર પર કામ કરે છે જે આ ઇલેક્ટ્રિક એસયુવી પર માઉન્ટ થયેલ છે. કવરમાં વિવિધ પ્રકારના પિંગમેંટ્સ હોય છે જે રંગોને બદલે છે. BMW ગ્રુપ હેડ ઓફ ડિઝાઈન એડ્રિયન વાન હુયડોકને આ કારને રંગ બદલવાની ટેક્નોલોજી IX ફ્લો નામ આપ્યું છે. જો કે તેનું નિર્માણ થશે કે નહીં તેની નક્કર માહિતી હજુ સુધી મળી નથી.


એક ચાર્જમાં 521 કિમી દોડશે!
નવી BMW iX સાથે બ્રાન્ડની પાંચમી જનરેશનની સંપૂર્ણ ઈલેક્ટ્રિક પાવરટ્રેન આપવામાં આવી છે. જેમાં  SUVના બંને એક્સેલ પર ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવી છે. આ કાર 111.7 kW-R બેટરી પેક આપવામાં આવી છે. જે 240 kW જનરેટ કરે છે, જે કુલ 326 Bhp ની તાકાત અને 630 Nm પીક ટોર્ક બનાવે છે. આ SUVને સિંગલ ચાર્જ પર 521 કિમી સુધી ચલાવી શકાય છે. કારની કેબિન એકદમ લક્ઝરી છે અને તેમાં ગિયર્સ બદલવા માટે રોકેટ સ્વિચ છે. તે સ્પ્લિટ સ્ક્રીન અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળે છે. આ કાર માત્ર 6 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે, જ્યારે કંપનીએ તેની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક હોવાનો દાવો કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube