Jio ની `હેપ્પી ન્યૂ ઈયર` ઓફર: ફક્ત 501 રૂપિયામાં ખરીદો ફોન, સાથે વધુ એક સ્માર્ટ ડીલનો મળશે લાભ
નવા વર્ષમાં પણ જિયોએ ધમાકેદાર ઓફર જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકો માટે `હેપ્પી ન્યૂ ઇયર` ઓફર કાઢી છે. જેમાં ફક્ત 501 રૂપિયાનો જિયો ફોન મળી રહ્યો છે. સાથે જ વધુ એક સ્માર્ટ ડીલ મળશે એ તે છે કે 594 રૂપિયા આપીને છ મહિનાનું રિચાર્જ કરી શકો છો. તેના પર તમને અનલિમિટેડ કોલ અને ડેટા મળશે.
નવી દિલ્હી: નવા વર્ષમાં પણ જિયોએ ધમાકેદાર ઓફર જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકો માટે 'હેપ્પી ન્યૂ ઇયર' ઓફર કાઢી છે. જેમાં ફક્ત 501 રૂપિયાનો જિયો ફોન મળી રહ્યો છે. સાથે જ વધુ એક સ્માર્ટ ડીલ મળશે એ તે છે કે 594 રૂપિયા આપીને છ મહિનાનું રિચાર્જ કરી શકો છો. તેના પર તમને અનલિમિટેડ કોલ અને ડેટા મળશે.
શું છે ડીલ?
આ ઓફરમાં બે વસ્તુઓ છે. પહેલી 501 રૂપિયામાં એક જિયોફોન મળશે અને એ ત્યારે મળશે જ્યારે તમે તેના બદલામાં તમારો કોઇ જૂનો ફોન એક્સચેંજ કરશો. જે ફોનને તમે એક્સચેંજ કરશો તે ચાલુ સ્થિતિમાં હોવો જોઇએ અને તેનું ચાર્જ સારું હોવું જોઇએ. બીજી વસ્તુ, તમારે 6 મહિના માટે દર મહિને 99 રૂપિયાના વાઉચર્સ આપવામાં આવશે, જેની કુલ કિંમત હશે 594 રૂપિયા. આ પ્રકારે આ ડીલને તમને 1095 રૂપિયામાં પડશે પરંતુ એકવાર પૈસા ભર્યા બદ તમને છ મહિના સુધી ના તો ડેટા વિશે વિચારવાનું છે ના તો રીચાર્જ વિશે.
TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!
ડીલ કેવી રીતે મળશે?
આ સ્કીમ જિયોફોન મોનસૂન હંગામા સાથે જોડાયેલી છે. જો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તેના માટે તમારે જિયોની ઓફિશિયલ વેબસાઇટથી 1095 રૂપિયાના 'જિયો ફેસ્ટિવલ ગિફ્ટ કાર્ડ' ખરીદવા પડશે. ત્યારબાદ કંપની તમને કાર્ડ ડિલીવર કરશે અથવા તમારે ઓફિશિયલ સ્ટોર પર જઇને તેને કલેક્ટ કરવો પડશે.
Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા
વર્ષ માટે છે ડીલ
જિયોની આ ડીલ આખુ વર્ષ ચાલશે. એટલે કે એકવાર તમે ગિફ્ટ કાર્ડ ખરીદી લો છો, તો જરૂરી નથી કે તમે અત્યારે જ ફોન ખરીદો. તમે 1095 રૂપિયાના આ ગિફ્ટ કાર્ડ વર્ષમાં ક્યારેય પણ રિડિમ કરી શકો છો. વર્ષમાં આગામી કોઇપણ ઇવેંટ અથવા ખાસ અવસર પર તમે ફોનની સાથે ડીલ લઇ શકો છો.