તમારા આધાર કાર્ડ પર કેટલા લોકોએ લીધા છે સિમકાર્ડ, આ સરકારી વેબસાઇટ પર કરો ચેક
તમારા આધાર નંબર પર કેટલા લોકોએ સિમ કાર્ડ લીધા છે. તેની જાણકારી મેળવી શકાય છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન તરફથી એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ સિમ કાર્ડના અનઓથોરાઇઝ્ડ કેસ ભારતમાં ખુબ ઝડપથી વધી રહ્યાં છે. તેનાથી કાર્ડ હોલ્ડર અને સરકાર બંનેને સમસ્યા થઈ રહી છે. તેને લઈને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન તરફથી એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન તરફથી tafcop.dgtelecom.gov.in પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં કોઈપણ વ્યક્તિ ચેક કરી શકે છે કે તેના આધાર કાર્ડ પર કેટલા સિમ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય જે કાયદેસર સિમ નથી તેને બંધ કરવાની રિક્વેસ્ટ પણ અહીં કરી શકાય છે.
એટલે કે યૂઝર પોતાના નામ પર ચાલુ નંબરને પણ બંધ કરાવી શકે છે. સરકારી ગાઇડલાઇન અનુસાર અત્યારે માત્ર 9 મોબાઇલ કનેક્શન એક વ્યક્તિના નામ પર જારી થઈ શકે છે. જો તેનાથી વધુ સિમ કાર્ડ કોઈના નામ પર છે તો તેને બંધ કરાવી શકાય છે.
આ પણ વાંચો- ભારતમાં સસ્તી કિંમતમાં સેમસંગનો ધમાકેદાર ફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
તમને જણાવી દઈએ કે ટીઓટીની આ વેબસાઇટ હાલ તેલંગણા અને આંધ્ર પ્રદેશના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. માનવામાં આવી રહ્યું છે કે તેને જલદી ભારતના બીજા રાજ્યોમાં જારી કરવામાં આવશે. તેમાં થોડો સમય લાગી શકે છે.
તમારા નામ પર કેટલા લોકોએ સિમ લીધા છે તે માટે યૂઝર્સે પહેલાં વેબસાઇટ પર પોતાના મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે. ત્યારબાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે. ત્યારબાદ તેમાં તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે, તે જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube