નવી દિલ્હી: જો તમારી પેસા નોકરી અથવા બિઝનેસ બાક પણ દરરોજ થોડો સમય વધે છે. તો તમે પણ ઇન્ટરનેટની મદદથી ખાલી સમયમાં વધારાની આવક કરી શકો છો. તેના માટે તમારે ઘરથી દુર જવાની કોઇ જરૂરીયાત નથી. તમે ઘરે બેઠા જ આ કામ કરી શકો છો. જી હાં, તેના માટે તમારી પાસે કોમ્પ્યૂટર અને હાઇસ્પીડ ઇન્ટરનેટ હોવું જરૂરી છે. ઘરે બેઠા ઇન્ટરનેટ દ્વારા કેટલાક એવા કામ છે જે તમને દર કલાકે 1000 રૂપિયા સુધીની ઇનકમ કરાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- તમારા ડેટાની પ્રાઈવસી સુરક્ષિત રાખવા માટે શા માટે જરૂરી છે ડિજિટલ ઓળખ?


1. વર્ચ્યુઅલ કોલ સેન્ટર એજન્ટ
તમે ઘરે બેઠા જ કોલ સેન્ટરના એજન્ટ બની શકો છો. LiveOps.com તમને આ સુવિધા આપે છે. આ વેબસાઇટ પર જઇ તમારે પહેલા તો કંપનીના એજન્ટ બનાવાનું રહેશે. હોમ પેજ ઓપન કર્યા બાદ એજન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કામ માટે તમારી પાસે ઘર પર એક ફોન, કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટની જરૂરીયાત છે. આ સાથે તમારી અંગ્રેજી ભાષા પર સારી પકડ હોવી પણ જરૂરી છે. જેથી તમે ગ્રાહકોને સીધો કોલ કરી ઉત્પાદનો વેચી શકો. જો તમારી અંગ્રેજી સારી ના હોય તો પણ તમે તેમની સાથે જોડાઇ શકો છો. કેમ કે, કોલ લાગતા જ કંપની તમને જણાવશે તમારે શું બોલવાનું છે. એટલે કે કોલ શરૂ થતા જ તમારી સ્ક્રીન પર તમારે જે બોલવાનું છે તે દેખાવવા લાગશે. આ વેબસાઇટ દ્વારા તમે એક કલાકમાં 7થી 15 ડોલરની કમાણી કરી શકો છો.


આ પણ વાંચો:- Whatsapp યૂઝર્સ માટે આનંદના સમાચાર, બહુ જલદી આ ફીચરની થશે એન્ટ્રી, લીક થયા PHOTOS


2. સ્વેગબક્સ ડોટકોમ
સ્વેગબક્સ ડોટકોમ (http://www.swagbucks.com) આ પણ એક જાણીતી વેબસાઇટ છે. તેના પર ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી તમે કમાણી કરી શકો છો. ફેસબુક દ્વારા પણ તેની સાથે જોડાઇ શકો છો. તેમાં તમને પૈસા તો ઓછા મળશે પરંતુ તમારા જીવનને જરૂરી વસ્તુઓ જેમ કે, મોબાઇલ, હાર્ડ ડિસ્ક, મગ ટી-શર્ટ વગેરે મળી શકે છે. ગિફ્ટ ઇઝ સાઇટ પર માત્ર તમારે થોડો સમય પસાર કરવાનો રહેશે અને શોપિંગથી લઇને સર્ચિંગ, પ્લે, સવાલ-જવાબ અને પ્રોડક્ટની જાણકારી મેળવવાની છે. તેની સામે વેબસાઇટ તમને કેટલાક પોઇન્ટ્સ આપશે. આ પોઇન્ટ્સથી તમે શોપિંગ કરી શકો છો અથવા તો તેને કેશ પણ કરાવી શકો છો.


આ પણ વાંચો:- Amazon પર ફરીથી શરૂ થઇ રહ્યો છે મહાસેલ, 90% સુધી મળશે છૂટ, જાણો શું-શું છે ઓફર


3. ઓનલાઇન વર્ક
ઓનલાઇન વર્કને લઇને છેતરપિંડી કરનારની સંખ્યા વધી ગઇ છે. આ છેતરપિંડી કરનાર પૈસા આપવાનું કહીં તમારી પાસે ઓનલાઇન કામ તો કરાવી લે છે પરંતું પૈસા આપતા નથી. આવા છેતરપિંડી કરનારથી સાવધાન રહેવાની સલાહ આપવાની સાથે ઓનલાઇ કામ કરવાનું જણાવી રહ્યાં છે. www.odesk.com અને www.elance.com જેવી વેબસાઇટ ઓનલાઇન કમાણીના મામલે સમગ્ર દુનિયામાં ફેમસ સાઇટ છે. આ બંને વેબસાઇટમાં સૌથી પહેલા તમારે ટેસ્ટ આપી તમે સાઇટ માટે યૂઝફૂલ છો તે સાબિત કરવાનું રહેશે. એક વખત રજિસ્ટ્રેશન થઇ ગયા બાદ તમને વેબસાઇટ અલગ અલગ કામ માટે મેન્બર્સના કોન્ટ્રાક્ટ અને ફ્રિલાન્સરના રૂપમાં હાયર કરી શકે છે. કામ પુરૂ થયા બાદ પ્રતિ કલાક અથવા અન્ય રીતથી પૈસા આપે છે. દુનિયાભરમાં ઘણી વેબસાઇટ આ રીતે કામ કરે છે.


આ પણ વાંચો:- Tik Tokને ટક્કર આપવા માટે Google કરી તૈયારી, લઇ શકે છે મોટો નિર્ણય


4. સેલ્ફ પબ્લિશ બુક
જો તમને લખવાનું પસંદ છે, તો ઘણી વેબસાઇટ્સ તમને પૈસા ચૂકવીને ઓનલાઇન બુક લખી તેની રોયલ્ટીથી પૈસા કમાવવાની તક આપે છે. આ વેબસાઇટોમાંથી એક છે એમેઝોન. એમેઝોન કિંડલ ડાયરેક્ટ પબ્લિશિંગના નામથી આ ફિચર ચલાવે છે. તેમાં કોઇ પણ ઓનલાઇન બુક લખી તમે કિંડલ બુકસ્ટોર પર મુકી શકો છે. તેના વેચાણ પર લેખકને 70 ટકા સુધી રોયલ્ટી મળે છે. સાઇટ અને સેલ્ફ પબ્લિશ બુકની વધારે જાણકારી માટે https://kdp.amazon.com/ પર ક્લિક કરો. તેના પર તમે તમારું એકાઉન્ટ બનાવી રેગ્યુલર મેમ્બર પણ બની શકો છો.


આ પણ વાંચો:- TaTa Tiago Wizz લિમિટેડ એડિશન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


5. પેડ રિવ્યૂ
સોફ્ટવેર અથવા અન્ય ઉત્પાદનો માટે રિવ્યૂ લખવો. જો લખવામાં તમારી ક્ષમતા જોરદાર છે તો તેના દ્વારા તમે કમાણી કરી શકો છો. આ ઉપરાંત ઇન્ફોલિંક પણ એક માધ્યમ છે. તેના માટે ઘણી વેબસાઇટ પેડ રિવ્યૂ જેવા કામ તમને આપે છે. જેમાં વિંડેલ રિસર્ચ (Vindale Research) અને એક્સપોટીવી ડોટ કોમ (ExpoTv.com) મુખ્ય વેબસાઇટ્સ છે જે તેના માટે સારા રૂપિયા આપે છે.


જુઓ Live TV:-


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...