નવી દિલ્હી: રોજિંદા જીવનમાં આપણે બધા વોટ્સઅપ (whatsapp) નો ઉપયોગ કરીએ છીએ. દિવસમાં ઘણા મેસેજ મોકલીએ અથવા રિસીવ રિસીવ કરીએ છીએ. તેમાંથી કેટલાક મેસેજ એવા હોય છે જે કામના હોય છે પરંતુ ભૂલથી ડિલેટ થઇ જાય છે જેથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર કોઇ તમને મેસેજ મોકલે છે પરંતુ ઉતાવળ તે ડિલેટ થઇ જાય ચે. તમે તેને જાણવા માટે ઉત્સુક હોવ છો. તો આવો જાણીએ કે વોટ્સઅપ પરથી ડિલેટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે સરળતાથી વાંચી શકાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Googleએ વાયરસ ફેલાવનારા 22 એપ્સને કરી પ્લેસ્ટોરથી દૂર, તમે પણ કરો ડિલીટ


જોકે, ડિલેટ કરેલા મેસેજ એંડ્રોઇડ સિસ્ટમના નોટિફિકેશન રજિસ્ટરમાં સ્ટોર હોય છે. જો તમે તેને ફરીથી વાંચવા માંગો છો તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી 'નોટિફિકેશન હિસ્ટ્રી' નામની એપ ઇન્ટોલ કરવી પડશે. હવે તમારે આ એપમાં વોટ્સઅપમાં આવેલા મેસેજને વાંચવાની પરવાનગી આપવી પડશે. ફોટો અથવા મીડિયાને એક્સેસ કરવાની પરવાનગી આપવી પડશે. ત્યારબાદ નોટિફિકેશન હિસ્ટ્રી સેટિંગ્સ પહેલાં વોટ્સઅપ નોટિફિકેશનને પરવાનગી આપવી પડશે.

Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા


આ એપની મદદથી તમે ડિલેટ મેસેજ વાંચી શકશો. તેમાં ફક્ત વોટ્સઅપ જ નહી પરંતુ તમારા હેંગઆઉટ, એસએમએસ અને બીજા નોટિફિકેશન્સને જોઇ શકાય છે. જોકે તેમાં કેટલીક શરતો લાગૂ છે. જેમ કે ફોનને રિસ્ટાર્ટ કરી દેવામાં આવતાં યૂઝર વોટ્સઅપના ડેલેટ મેસેજને વાંચી શકશે નહી 100 કેરેક્ટર બાદના મેસેજને તમે રિકવર કરી શકશો નહી. આ ટ્રિક ફક્ત એંડ્રોઇડ ડિવાઇસ માટે છે.


આ એપ દ્વારા વાંચી શકો છો મેસેજ


  1. ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને Notisave સર્ચ કરો. Notisave એવી એપ છે જે તમારા બધા નોટિફિકેશન રેકોર્ડ કરે છે.

  2. Notisave ઇસ્ટોલ કરી ઓપન કરો

  3. પછી આ એપ તમને નોટિફિકેશન એક્સેસ કરવાની પરવાનગી માંગશે. ફોટો અને મીડિયા એક્સેસની પરવાનગી આપવી પડશે. 

  4. તમારી સમક્ષ ઘણી એપ્સના નોટિફિકેશન આવશે. તમે તેમાં ફ્ક્ત વોટ્સઅપ પસંદ કરી લો.

  5. ત્યારબાદ તમને શો ઓન સ્ટેટ્સ વિશે વોટ્સઅપ સિલેક્ટ કરી લો.

  6. ત્યારબાદ સેટિંગ્સમાં એપ્લિકેશન એઝ ડેટને ઓન કરી લો. હવે તમારા ડિલેટ કરેલા મેસેજ જોવા મળશે.