બાઈક ચાલકો....હવે તમારી પાછળ નહીં દોડે કૂતરા! મળી ગયા બચવાના સરળ જુગાડ
Ways To Protect Bike Riders From Dogs: બાઈક રાઈડર્સ માટે સર્વસામાન્ય સમસ્યા હોય તો તેમની પાછળ પડી જતા ભોંકતા કૂતરા છે. આ માત્ર ડરામણું જ નહીં પરંતુ જોખમી પણ બની શકે છે.
Ways To Protect Bike Riders From Dogs: બાઈક રાઈડર્સ માટે સર્વસામાન્ય સમસ્યા હોય તો તેમની પાછળ પડી જતા ભોંકતા કૂતરા છે. આ માત્ર ડરામણું જ નહીં પરંતુ જોખમી પણ બની શકે છે. બાઈક રાઈડર્સ પર કૂતરા કેમ ભસે છે અને કેવી રીતે આ ભસતા કૂતરાથી બચી શકાય તે પણ જાણવું જરૂરી છે.
બાઈક રાઈડર્સને જોઈ કૂતરા કેમ ભસે છે?
ટેરિટોરિયલ બિહેવિયર
કૂતરા પોતાની ટેરિટરી (ક્ષેત્ર)ને સુરક્ષિત રાખવા માંગતા હોય છે. જ્યારે કોઈ બાઈક રાઈડર તેમના વિસ્તારમાં આવી જાય તો તેઓ તેને એક જોખમ તરીકે જુએ છે અને ભસવા લાગે છે.
શોર અને સ્પીડ
બાઈકના અવાજ અને તેની સ્પીડથી પણ કૂતરા ટ્રિગર થતા હોય છે. બાઈકનો અવાજ તેમને કાનમાં ખૂંચે છે અને સ્પીડના કારણે અવાજ વધુ થાય છે, જેના કારણે તેઓ ભસવા લાગે છે.
ભોજન
અનેકવાર કૂતરાઓને ભસવા પર લોકોનું અટેન્શન મળતું હોય છે અને ખાવાનું પણ મળી જતું હોય છે. જેનાથી તેઓ તેને એક સારા એક્ટ તરીકે સમજવા લાગે છે અને ભસવા લાગે છે. જો કે આ ત્રણ જ સંભવિત કારણ છે. જો કે તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
કેવી રીતે બચવું
ધીરે ચલાવો
જો તમે કોઈ જગ્યાએ કૂતરાને જુઓ તો તમારે તમારી બાઈક કે વાહનની સ્પીડ ઓછી કરી લેવી જોઈએ. તેનાથી કૂતરાઓ ઓછા એગ્રેસિવ થાય છે અને ભસવાનું ઓછું કરે છે.
શાંત રહો
કૂતરાને જોઈને ગભરાવવાની જરૂર નથી. જો તમે શાંત રહેશો તો કૂતરા પણ શાંત થઈ શકે છે. ગભરાહટ જોઈને કૂતરા વધુ એગ્રેસિવ થઈ શકે છે અને ગભરાહટમાં અકસ્માત થઈ શકે છે.
મિત્રતા
જો તમે અવારનવાર ત્યાંથી પસાર થાઓ અને તમારા પર કૂતરા ભસે તો તમે તેની સાથે મિત્રતા કરવા ઉપર પણ વિચાર કરી શકો છો. તેમને ક્યારેક ક્યારેક ખાવાનું કે ટ્રિટ આપો. જેનાથી તે તેમને ઓળખવા લાગશે અને ભસવાનું ઓછું કરી દેશે.
સાવધાન: આશા છે કે આ ટિપ્સ તમને કામ લાગશે જો કે જ્યારે પણ આવી સ્થિતિનો સામનો કરવાનો આવે, જ્યાં કૂતરા ભસવા લાગે ત્યારે સાવધાન રહેવું જરૂરી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)