Google Search: તમે પણ અનેક પ્રકારની વસ્તુઓની જાણકારી મેળવવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરતાં જ હશો. જો કે માત્ર ભારતમાં જ નહિં દુનિયાના દરેક દેશમાં ગૂગલ સર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. ફોનમાં ગૂગલ સર્ચ કરતી વખતે લોકો એવું માનતા હોય છે કોઈને ક્યાં ખબર પડવાની છે. આવું માની તેઓ મનમાં આવે તેવું બધું જ ગૂગલ પર સર્ચ કરે છે. પરંતુ શું તમે જાણો છો કો ગૂગલ સર્ચ કરવાના પણ કેટલાક કાયદા છે. જો તમે ગૂગલ પર કેટલીક પ્રતિબંધિત બાબતો સર્ચ કરો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે. 
 
બોમ્બ બનાવવાની રીત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે ગૂગલ સર્ચ પર બોમ્બ કેવી રીતે બનાવવો તેના વિશે સર્ચ કરો છો તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.  આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેના પર ભારતીય સુરક્ષા એજન્સીઓ આવી ગૂગલ સર્ચ પર નજર રાખે છે. જો તમે આવું કરતા ઝડપાશો તો તમારે કોર્ટના ચક્કર લગાવવા પડશે અને જેલ પણ જવું પડી શકે છે.  


આ પણ વાંચો:


iPhone 14 પર મહા ડિસ્કાઉંટ, કલ્પના પણ નહીં કરી હોય એવા ઓછા ભાવમાં મળી રહ્યો છે આઈફોન


Gmail નો પાસવર્ડ ભૂલી ગયા હોવ તો ગભરાશો નહી? આવી રીતે રીસેટ કરો પાસવર્ડ


Audi Q8 E-Tron: આવી રહી છે ફૂલ ચાર્જમાં 500KM ચાલનાર SUV, ફક્ત 29 મિનિટમાં થશે ચાર્જ


બાળ અપરાધ


જો કોઈ વ્યક્તિ મનોરંજન માટે બાળ અપરાધ સંબંધિત કોઈપણ સામગ્રી સર્ચ કરે છે તો ભારત સરકાર આવી વ્યક્તિ સામે પગલાં લઈ શકે છે.


સ્ત્રી અપરાધ


ઘણા લોકો મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ સંબંધિત કન્ટેન્ટ પણ સર્ચ કરે છે. જેમાં તેઓ વીડિયો, ફોટોગ્રાફ્સ વગેરે કન્ટેન્ટ પણ સર્ચ કરે છે. આવી સ્થિતિમાં પણ તમારે જેલ જવું પડી શકે છે અને તમે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો.


હથિયારો વિશે માહિતી


જો તમે હથિયારો વિશે જાણવા માટે ગૂગલ પર સર્ચ કરો છો અને તમે સતત આ સર્ચ કરતાં રહો છો તો તમને જેલ થઈ શકે છે. કારણ કે ઘણા ગુનેગારો હથિયારોનો ખોટા કામોમાં ઉપયોગ કરે છે.