લાંબા સમય સુધી ચાલશે સ્માર્ટફોન, ચાર્જ કરવા સમયે આ વાતનું રાખો ધ્યાન
આજે અમે તમને સ્માર્ટ ફોન કઈ સ્થિતિમાં ફાટી શકે છે અને તેનાથી તમે કઈ રીતે બચી શકો છો તેની ટિપ્સ બતાવીશું.
નવી દિલ્હીઃ Smartphone Charging Tips: સ્માર્ટફોન આપણા જીવનનું મહત્વનું અંગ બની ગયું છે. પરંતુ તેનાથી અનેક ઘટનાઓ પણ બને છે. ખાસ કરીને બેટરીના કારણે. યોગ્ય રીતે ચાર્જ ન કરવા પર ફોન બ્લાસ્ટ કે ખરાબ થઈ શકે છે. અવારનવાર લોકો રાત્રે ફોન ચાર્જમાં મૂકીને સૂઈ જાય છે. આ સિવાય ફોન ચાર્જમાં મૂકીને ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેથી સવાર સુધી ફોન ફૂલ ચાર્જ તો થઈ જાય છે. પરંતુ તેનાથી એક દુર્ઘટના થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ બતાવીશું જેનાથી તમારો ફોન ડેમેજ થઈ શકે છે.
આખી રાત ફોન ચાર્જ ન કરો:
જો તમે પણ આખી રાત સ્માર્ટ ફોનને ચાર્જ કરો છો તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે તેનાથી તમારા મોબાઈલની બેટરી ખરાબ કરી શકે છે. એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં ફોન બ્લાસ્ટ થયો હોય.
લોકલ ચાર્જરથી દૂર રહો:
માર્કેટમાં અનેક પ્રકારના લોકર ચાર્જર હોય છે. ઓરિજિનલ ચાર્જર કે ગુમ કે ખરાબ થયા પછી લોકો લોકલ ચાર્જર ખરીદી લે છે. લોકલ ચાર્જરથી ફોન લાંબા સમય પછી ચાર્જ થાય છે અને બેટરીને પણ ગરમ કરે છે. તેનાથી બેટરી પણ ઝડપથી ખરાબ થઈ જાય છે.
આ પણ વાંચોઃ પૈસા વસૂલ પ્લાન! Jio આપી રહ્યું છે દરરોજ 1.5GB ડેટા સહિત 84 દિવસની વેલિડિટી
ફોનની કેપેસિટી પહેલાં ચેક કરો:
હવે અનેક કંપનીઓ સ્માર્ટફોનની સાથે બોક્સમાં ચાર્જર આપતી નથી. એવામાં નવો ફોન ખરીદનારે એ જોવું જોઈએ કેપેસિટી કેટલી છે. તે હિસાબથી ચાર્જર ખરીદો. જો તમે આવું કરતા નથી તો સ્માર્ટ ફોનની બેટરી પર દબાણ પડે છે અને પ્રોસેસિંગ સ્પીડ પણ ઘટી જાય છે. તમે ભૂલથી પણ આવું ન કરશો. હંમેશા સ્માર્ટ ફોનની કેપેસિટી પ્રમાણે જ ચાર્જર ખરીદો.
ક્યારે ફોન ચાર્જ કરવો જોઈએ:
ફોનને વારંવાર ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે. આથી ધ્યાન રાખો કે બેટરી 20 ટકા કે તેનાથી ઓછી થાય ત્યારે જ ચાર્જ કરો. આવું કરવાથી બેટરી પર દબાણ નહીં પડે., અને બેટરી પણ ઝડપથી ખરાબ નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube