નવી દિલ્હી: અત્યાર સુધી તમે વિચારતા હશો કે તમે તમારી પ્રોફાઈલ પર જે વોટ્સએપ સ્ટોરીઝ મુકો છો, તેની લાઈફ માત્ર 24 કલાકનું જ હશે. પરંતુ એવું નથી. તમે જે ફીલિંગ અને ઈમોશનની સાથે જે ફોટાને પોસ્ટ કર્યો છે, તેને તમારા WhatsApp કોન્ટેક્ટ ડાઉનલોડ કરીને કોઈપણને મોકલી શકે છે. તમને સાંભળીને નવાઈ લાગશે. પરંતુ તે મોબાઈલમાં આપોઆપ ડાઉનલોડ થઈ જાય છે. તેના માટે સામેની વ્યક્તિએ કંઈ કરવાનું રહેતું નથી. જો તમે પણ કોઈની વોટ્સએપ સ્ટોરી જુઓ છો તો તમે તેને તમારા ફોનમાં જોઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનમાં સેવ થશે વોટ્સએપ સ્ટોરીઝ 
જો તમે વોટ્સએપ સ્ટોરીમાં ઓપન કરીને ફોટો જોયો હશે તો તે તમારા ફોનમાં ઓટોમેટીક સેવ થઈ જશે. તમારે ડાઉનલોડ કરવા માટે કંઈ કરવાની જરૂર નથી. તમારે ફક્ત એ શોધવાનું છે કે ફોન પર તે ફોટો ક્યાં જોઈ શકાય છે. અમે તમને તેની આખી પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. 6 સ્ટેપમાં તમે પણ જાણી શકો છો...


સ્ટેપ-બાય-સ્ટેપ જાણો કેવી રીતે જોઈ શકો છો ડાઉનલોડ કરેલી WhatsApp સ્ટોરી
 
1. સૌથી પહેલા તમે WhatsApp સ્ટોરીઝમાં જઈને કોઈનો ફોટો જુઓ.
2. ત્યારબાદ ફાઇલ મેનેજર પર જાઓ અને સેટિંગ્સ પર ક્લિક કરો.
3. સૌથી ઉપર શો હિડિન ફાઈલ્સને ઈનેબલ કરી દો.
4. ફાઇલ મેનેજરમાં જ WhatsApp ફોલ્ડર ખોલો અને મીડિયા પર જાઓ.
5. ત્યાં તમને .Statuses નામનું ફોલ્ડર દેખાશે, તેને ઓપન કરતાની સાથે જ તમે જોયેલી વોટ્સએપ સ્ટોરીનો ફોટો દેખાશે. તમે તેને કોઈને પણ મોકલી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube