YouTube Shorts New Feature: નવુ YouTube શોર્ટ્સ ફીચર અન્ય શોર્ટ-ફોર્મ વીડિયો એપ જેમકે, ઈન્સ્ટાગ્રામની રીમિક્સ, ફીચર ફોર રીલ્સ કે ટીકટોકના સ્ટિચ ફીચર પર આપવામાં આવેલા ફીચર જેવુ છે. ચાલો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિકટૉક (TikTok)ના પ્રતિયોગી યુટ્યૂબ શોર્ટ્સ (YouTube Shorts)એ કેટલાક નિયમો લાગૂ કરીને ક્રિએટર્સને યુટ્યૂબ પ્લેટફોર્મથી અરબો વીડિયોની વીડિયો ક્લિપને ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. નવી સુવિધા ‘રીમિક્સ’ ટૂલનું એક વિસ્તાર છે. જેમાં ક્રિએટર્સને અન્ય વીડિયોથી ઓડિયોને પોતાના યુટ્યૂબ શોર્ટ્સ પોસ્ટમાં સેમ્પલ આપવાની પરવાનગી આપવામાં આવી છે. કંપનીએ એક અપડેટમાં જણાવ્યું કે, ‘અમારા શોર્ટ્સ ક્રિએશન ટૂલનો ઉપયોગ કરીને તમારા પોતાના શોર્ટ્સ વીડિયો બનાવો અથવા અમારી ઓડિયો લાઈબ્રેરીમાંથી મ્યુઝિકમાં મિક્સ કરવા માટે YouTube વીડિયોમાંથી ઓરિજિનલ ઓડિયોનો ઉપયોગ કરો.’


કંપનીનું સૂચન
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, ‘જો તમે એક નાનો વીડિયો અપલોડ કરો છો જેણે તમે ક્યાંક બીજેથી બનાવ્યો છે તો પહેલા ખાતરી કરી લો કે તમે બનાવેલુ કોઈપણ કન્ટેન્ટ યુટ્યૂબ પરનું કોપીરાઈટ કે પ્રોટેક્ટેડ મટિરિયલમાંથી ઉપયોગ થયુ છે કે નહીં. કોપીરાઈટ કે પ્રોટેક્ટેડ સામગ્રી યૂઝ કરવા પર તમને કન્ટેન્ટ IDનો ક્લેમ થઈ શકે છે.


Virat Kohli flop: કેમ લાંબા સમયથી વિરાટના બેટમાંથી નથી નીકળી રહ્યા રન? સામે આવ્યું ખુબ જ ચોંકાવનારું કારણ


યુટ્યૂબ શોર્ટ્સ ફીચર
યુટ્યૂબ શોર્ટ્સ ફીચર લોકપ્રિય ટિકટૉક ટૂલ ‘સ્ટિચ’ જેવું છે. કંપનીએ કહ્યું, સેમ્પલ ઓડિયોની સાથે તમે બનાવેલા શોર્ટ્સને સોર્સ પ્રોડ્યૂસરના મૂળ વીડિયો માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. યુટ્યૂબના મ્યુઝિક પાર્ટ્નરના કોપીરાઈટવાળા મ્યુઝિક વીડિયો રિમિક્સ કરવા યોગ્ય નથી.


1થી 5 સેકન્ડની ક્લિપનો ઉપયોગ કરી શકશો
નવા અપડેટ ક્રિએટર્સને લોન્ગ ફોર્મના વીડિયોમાંથી 1થી 5 સેકન્ડના સેગમેન્ટની ક્લિપ કરવાની પરવાનગી આપશે છે. કંપનીએ કહ્યું, ‘શોર્ટ્સને યુટ્યૂબ પર સેમ્પલિગ માટે ઓટોમેટિકલી પસંદ કરવામાં આવે છે અને તમે વિકલ્પને ઓષશન આઉટ નથી કરી શકતા. આ સિવાય તમારી યુટ્યૂબ ચેનલના લાંબા વીડિયો માટે તમે યુટ્યૂબ સ્ટુડિયોમાં ઓડિયો સેમ્પલિંગને સીમિત કરી શકો છો. ’ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે એમ પણ કહ્યું કે, યૂટ્યુબ શોર્ટ્સ હવે વેબ અને ટેબલેટના માધ્યમથી પણ ઉપલબ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube