YOUTUBE પર દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે આ Video, આ 5 વીડિયો જોવાનું ના ચૂકતા
કોઈ પણ પ્રકારના વીડિયોને જોવા માટે YOUTUBEને લોકો જોવાનું પસંદ કરે છે. ગીતો સાભળવા માટે, ફિલ્મને જોવા માટે, ન્યુઝને જોવા માટે અથવા તો કોઈ ટિપ્સને જોવા માટે આપણે તેનો ઉપયોગ કરીયે છીએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં જોવામાં આવતા વીડિયોમાં લોકોની પહેલી પસંદ તે YOUTUBEને રાખવામાં આવે છે. આ 5 વીડિયો એવા છે કે જે YOUTUBE પર અત્યાર સુધીમાં સૌથી વધુ વખત જોવામાં આવ્યા છે.
1. BABY SHARK
આ 5 વીડિયોની લીસ્ટના આ આંકડા તે જર્મનીની સ્ટાર્ટીલા કંપનીમાંથી લેવામાં આવ્યા છે. 2021 સુધી દુનિયાભરમાં સૌથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. YOUTUBE પર પહેલા નંબર પર BABY SHARK DANCE તે પહેલા નંબર પર આવે છે. આ એક બાળકો માટેનું ગીત છે. આ ગીતને YOUTUBE પર 2016માં પબ્લિશ કરવામાં આવ્યુ હતું. અત્યાર સુધીમાં 7.91 બિલિયન વાર જોવામાં આવ્યુ છે.
2. Despacito
આ દુનિયાભરમાં LUIS FONSI રેગેટન લેટિન પોપ સોંગ છે આ સોંગને 2107માં YOUTUBE પર મુકવામાં આવ્યુ હતું. 2021 સુધીમાં કુલ આ ગીતને 7.2 બિલિયન લોકો જોઈ ચૂક્યા છે.
3. Ed Sheeran Shape of You
YOUTUBE પર અગ્રેજી સિંગર Ed Sheeranનું ગીત Shape of You ખુબ જ પ્રખ્યાત છે. આ ગીતને વર્ષ 2017માં પબ્લિશ કરવામાં આવ્યુ હતું. અને 2021 સુધીમાં કુલ 5.18 બિલિયન લોકો જોઈ ચૂક્યા છે.
4. See You Again
ચોથા નંબર પર WIZ KHALIFAનું સોંગ See You Againને YOUTUBE પર વર્ષ 2015માં પબ્લિશ કરવામાં આવ્યુ હતું. આ વર્ષે ફેબુઆરી મહિના સુધીમાં 4.9 બિલિયન લોકો આ વીડિયોને જોઈ ચૂક્યો છે.
5. Johny Johny Yes Papa
આ વીડિયોના અંતમાં Johny Johny Yes Papa જે એક ચિલ્ડ્રન ગીત છે અને આ ગીત વર્ષ 2016માં પબ્લિશ કરવામાં આવ્યુ હતું. આ વર્ષના ફેબુઆરી મહિના સુધીમાં કુલ 4.77 બિલિયન લોકો જોઈ ચૂક્યા છે.