હેન્ડપંપનું પાણી પીવાથી કેન્સર થતું હોવાનું સાંસદનું નિદાન
ગુજરાત પેર્ટન હોય, જિલ્લા તાલુકા પંચાયત સભ્યો ની ગ્રાંટો માંથી સાંસદ ધારાસભ્યો ની ગ્રાંટો માંથી અત્યાર સુધી આ 250 ગામોમાં 500 થી વધુ હેન્ડ પમ્પો લગાવ્યા છે આમ આખા જિલ્લામાં 1000 થી વધુ હેન્ડ પમ્પ સરકાર દ્વારા લગાવવા માં આવ્યા છે. હવે આટલી વિકાસની ગતિ વચ્ચે પણ નર્મદા જિલ્લો હેન્ડ પમ્પ માંથી પાણી પીવે છે ત્યારે જેનાથી સ્થાનિક આદિવાસી લોકો પર વિપરીત અસરો પણ જણાઈ છે જેમાં ખાસ કરીને કુપોષણ, કેન્સર સહીત આનેક રોગોના શિકાર બન્યા છે ત્યારે શરીર માં દુષિત પાણી જતું હોવાના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં લોકો રોગોનો શિકાર બનતા હોય તાજેતર માં ભાજપ ના સાંસદ મનસુખ વસાવા એ જાહેરમાં નિવેદન કર્યું કે કોઈ પણ લોકોએ હેન્ડપંપ નું પાણી પીવું નહિ કેમકે બહુ દુષિત હોય છે કપડાં વાસણ ધુવો પણ હેન્ડ પમ્પ નું પાણી કોઈ પીશો નહિ, જાનવરો ને પણ ના પીવડાવશો નહીતો રોગના શિકાર બનશો