રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1 કરોડ 72 લાખનો દંડ ફટકાર્યો
લાભ પાંચમ થી નવા મોટર વ્હિકલ એક્ટની સમગ્ર ગુજરાતમાં અમલવારી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસે ટ્રાફિકનાં નિયમોની કડક અમલવારી કરતા દશ જ દિવસમાં દંડનો આંકડો 1 કરોડ 90 લાખને પાર પહોંચ્યો છે. હવે રાજકોટ ટ્રાફિક પોલીસ લોકો સાથે ઘર્ષણમાં ઉતરવાને બદલે સીસીટીવી કેમેરાની મદદ લઇ ઇ-મેમો ફટકારી રહી છે. જો તમે રાજકોટમાં રહો છો અને ટ્રાફિકનાં નિયમોનું પાલન નથી કરતા તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે.