મોરબીમાં એસટીની બે બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
ગુજરાત (Gujarat) ની એસટી બસો (ST Bus) ની મુસાફરી જરા પણ સલામત રહી નથી. મોરબી જિલ્લામાં બે એસટીની બસો સામસામે અથડાઈ છે. વાંકાનેર (Wankaner) તાલુકાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એસટીના ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. તો બીજી તરફ, એક ડ્રાઈવરની હાલત ગંભીર છે, જેને રાજકોટ (Rajkot) માં સારવાર માટે ખસેડાયો છે. તો બીજી બસનો ડ્રાઈવર બસમાં જ ફસાયો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.