તમામ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષનો છોકરો રમતા-રમતા પ્લાસ્ટિકની સીસોટી ગળી ગયો અને આ સીસોટી શ્વાસનળીમાં ફસાતા ઉધરસ શરૂ થઇ. અમદાવાદમાં રહેતા અને મજૂરીકામ કરતા જગદીશભાઇ બોડાણાના 10 વર્ષીય પુત્ર સાથે આ ઘટના ઘટી હતી. જ્યારે પિતાને ખબર પડી તો તેઓ તરત જ LG હોસ્પિટલ દોડી ગયા હતા.