ખેડુતો ઉપર ઉપરા ઉપરી આફતો આવી રહી છે. પહેલા કમોસમી વરસાદ અને ત્યાર બાદ તીડોએ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને પાયમાલ કરી દીધા છે, ત્યારે ફરીથી સરહદી વિસ્તાર વાવ પંથકમાં તીડોએ ધામાં નાખ્યા છે. માવસરી, કુંડાળીયા, રાધાનેસડા સહિતના ગામોમાં 3 કિલોમીટર લાબું તીડનું ઝુંડ પહોંચ્યું છે, અને ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરું, ઘઉં, મકાઈ, ઇસબગુલ, એરંડા અને રાયડાના પાકને મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાકની જગ્યાએ તીડોના ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે.