રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. મોસમનો કુલ વરસાદ 105 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે. જો કે, સૌથી વધુ વરસાદ તલાલામાં 6 ઈંચ પડ્યો છે. જ્યારે લોધિકા, જોડિયા, પડધરી, અને ચોટીલામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે