રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની સરાહનિય કામગીરી જોવા મળી હતી. જસદણના ભંડારીયા ગામ ખાતે 108 પહોચે તે પહેલાં સગર્ભા માહિલેએ બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, 108ના તબીબે તપાસ કરતા બાળકીના શ્વાસ અને હૃદયના ધબકારા બંધ હતા. બાળકીને સીપીઆર આપી 108ના કર્મચારીએ બાળકીને નવજીવન આપ્યું. 600 ગ્રામના નાજુક પિંડને ગંભીરતા પૂર્વક 108ના મેડિકલ ટેક્નિશિયન પિયુષ ધોળકિયાએ સીપીઆર આપી બાળકીને નવજીવન આપ્યું. હાલ બાળકી અને માતા બન્ને રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.