રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા મેળામાં જોખમી રાઈડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં 15 વર્ષીય કિશોર રાઈડ ચલાવી રહ્યો છે અને રાઈડમાં લગભગ 50થી વધુ લોકો જોવા મળી રહ્યાં છે. ત્યારે વીડિયો જોતા માલિકીની બેદરકારી કે બાળકની મજબૂરી જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ રીતે કિશોરને રાઈડ ચલાવવા આપવાથી જો કોઈ દુર્ઘટના થશે તો તે માટે કોણ જવાબદાર હશે.