24 કલાક ન્યૂઝમાં જુઓ, મહિલા દિવસે મહિલાઓની સ્વતંત્રતા, સામાજીક સમાનતા અને ખાસ કરીને સલામતિની ચર્ચા કરવામાં આવે છે. ત્યારે વડોદરાની બોટની વિભાગની વિદ્યાર્થિનીઓએ મહિલાઓની સલામતિ માટે વૃક્ષોથી બનતાં હાથવગા હથિયારો બનાવ્યા છે. બોટનીની વિદ્યાર્થિનીઓએ વુમન સેફ્ટી માટે વિવિધ કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરીને ધારદાર હથિયારો બનાવ્યા છે. જેને મહિલાઓ પોતાની સાથે લઇ જઇ શકે છે. એટલું જ નહિ, બળાત્કારના પ્રયાસ કે હુમલા સમયે આ હથિયાર તેમને રક્ષણ પૂરું પાડે છે. આ વિદ્યાર્થિનીઓએ અરીઠા સ્પ્રે, બિઠુડિયો બ્રેસ્લેટ, કાંટાવાળુ ચાબૂક, કેવડાની તલવાર જેવા હથિયારો બનાવ્યા છે. જે કોઇ પણ મહિલા આરામથી સ્વરક્ષણ માટે ઉપયોગ કરી શકે છે. ત્યારે વનસ્પતિશાસ્ત્ર ભણતી વિદ્યાર્થિનીઓના આ ઉમદા કાર્યને સૌ કોઇ બિરદાવી રહ્યું છે