ગુજરાતમાં વરસાદ વચ્ચે વિજળી પડતાં 4 લોકોના મોત
વિજળી પડવાની ઘટનામાં રાજ્યમાં 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં આ વખતે પણ ચોમાસું નબળું રહ્યું છે અને હજુ પણ અનેક વિસ્તારમાં સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો નથી, શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો હતો. ત્યારે રવિવારે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી.