અમદાવાદમાં GEBના 55 હજાર કર્મચારીઓની દિવાળી બાદ હડતાળ
અમદાવાદમાં GEBના 55,000 કર્મચારીઓ દિવાળી બાદ આંદોલન કરશે. 20 નવેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. 7માં પગારપંચના ભથ્થા અને લાભોથી વંચિત રખાતા GUVNL(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમી.) મેનેજમેન્ટ સામે આંદોલન કરશે. 1 નવેમ્બરના રોજ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ પહોંચાડવાનો પ્રયાસ કરશે. 8 નવેમ્બરના રોજ કાળીપટ્ટી બાંધી આવેદનપત્ર સોંપશે. માંગ નહીં સંતોષાય તો 14મી નવેમ્બરે માસ સીએલનું આયોજન કરશે. વિદ્યુત કામદાર સંઘ અને જીબીયાનો પણ આંદોલનને ટેકો મળી રહ્યો છે. આંદોલનને પગલે વીજ પુરવઠાને અસર પહોંચશે.