જામનગરમાં ડેન્ગ્યુથી 6 વર્ષની બાળકીનું મોત
જામનગરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ડેન્ગ્યુને કારણે આજે એક છ વર્ષની બાળકીનું મોત થયું છે. ચાલું વર્ષે જામનગરમાં ડેન્ગ્યુને કારણે અત્યાર સુધી કુલ 15 લોકોના મોત થયા છે. જિલ્લામાં વધી રહેલા ડેન્ગ્યુના કેસને કારણે તંત્ર સફાળું જાગ્યું છે. આજે રાજ્યના કેબિનેટ પ્રધાન આરસી ફળદુ તેમજ સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાસે આરોગ્ય વિભાગની એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.