અનોખા રેકોર્ડ સાથે ભારતે કરી નવા વર્ષની શરૂઆત, જુઓ વીડિયો
નવા વર્ષના પ્રથમ દિવસે ભારતે દુનિયામાં સૌથી વધુ બાળકોને જન્મ આપીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. પહેલી જાન્યુઆરીએ દુનિયામાં સૌથી વધુ બાળકો ભારતમાં જનમ્યાં હોવાના યૂનિસેફે આંકડા જાહેર કર્યા છે. 1 જાન્યુઆરીએ વિશ્વમાં 3,86,000 બાળકોએ જન્મ લીધો જેમાંથી ભારતમાં 67,385 બાળકો જનમ્યાં. વસ્તી નિયંત્રણની ચર્ચાઓ વચ્ચે ભારતમાં વસ્તી વિસ્ફોટનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. વસ્તીની દ્રષ્ટિએ અત્યારે દુનિયાભરમાં ચીન પહેલા ક્રમે છે જેને માત્ર 6થી 7 વર્ષમાં જ આંબીને ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. પહેલી જાન્યુઆરીએ ચીનમાં 44,760 બાળકોએ જન્મ લીધો.