રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે 100 વર્ષ નો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે જેની સામે રોગચાળો બેકાબુ થયો છે.. વરસાદે વિરામ લીધાને 15 દિવસ થયા હોવા છતાં પણ આજે રાજકોટમાં રોગચાળાનો ભરડો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધારે સામાન્ય તાવ, શરદી ઉધરસ અને મેલેરિયા તેમજ ડેંગ્યુ ના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે દિવાળી ના તહેવાર સમયે લોકોનું આરોગ્ય જોખમાય નહીં માટે મનપા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.