કચ્છના અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવા સ્પષ્ટ સંકેત આપ્યા છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, અબડાસાના 5 જેટલા પ્રશ્નનોનો નિકાલ કરાશે તો ભાજપ સાથે બેઠક યોજીશ. તેમણે કહ્યું કે, રોજગારી, નર્મદા, મકાનો સરકારી રેકોર્ડમાં ચઢાવવા, કોલેજ બનાવી જેવા લોકો પ્રશ્નોની ભાજપ ખાતરી આપશે તો હું ભાજપ માં જોડાઈ શકું છું.