ભરૂચ પાસેના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં ક્રેઇન કાર પર પડતા અકસ્માત સર્જાયો છે. ફસાયેલા કાર ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો. કાર ચાલક હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામ થતા અનેક વાહનો અટવાયા હતા.