ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. દાંડી રૂટ પર માતરથી ખેડા ટોલ તરફ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. દાંડી રોડ પર માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ડિવાઈડર ખુલ્લું લખાયું છે. જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. આજે બપોરે થયેલ અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.