સુરતમાં ફરી એકવાર કસ્ટડીમાં આરોપીનું મોત નિપજ્યું છે. પાંડેસરા પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત નિપજ્યું છે. મારામારીના ગુનામાં ગઈકાલે યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તબિયત લથડતાં આરોપીને હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે પોલીસની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આરોપીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.