વિશ્વ પ્રસીધ્ધ જાણીતી ગીરની કેસર કેરી પર કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ગીર પંથકના બાગયાતી ખેડુતો હાલ ચિંતાતુર બન્યા છે. ચાલુ વર્ષે મેઘરાજાની કૃપાથી અને સીઝન સીવાયના કમોસમી વરસાદથી ખેડુતોને નુક્શાન વેઠવું પડ્યું છે. હાલમાં ગીરમાં કાતીલ ઠંડીનો દોર શરુ થતા કેરીના પાક માટે આવેલા ફ્લાવરીંગ બળી જતા ખેડુતો પરેશાનીમાં મુકાયા છે.