દ્વારકામાં મહા વાવાઝોડાના ખતરાના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું છે. પવિત્ર ગોમતી ઘાટ તેમજ દ્વારકા જિલ્લામાં આવેલ બીચ પર લોકોને જવા પર રોક લગાવી છે. તારીખ 6થી 8 સુધી સમુદ્રી બીચ પર જવા પર સલામતી ભાગ રૂપે રોક લગાવી છે.