લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરષ્ઠ નેતાઓને ટિકિટ ના મળ્યા બાદ પહેલીવાર કોઇ નેતાએ ખુલ્લેઆમ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ કાનપુરના મતદાતાઓના નામે પક્ષ લખી ચૂંટણી ના લડવાની વાતનો ખુલાસો કર્યો છે. મુરલી મનોહર જોસીએ પત્ર લખી કહ્યું કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલે મને લોકસભા ચૂંટણી ના લડવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે રામલાલની સાલહના આધાર પર તેઓ ચૂંટણી લડી રહ્યાં નથી.