જમાલપુર ફાયરબ્રિગેડ સામે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મજૂરનું મોત થયું હતું. મૃતક એપીએમસીમાં શાકભાજીની બોરીઓ લાવવા લઈ જવાનું કામ કરતો હતો. બોરી મૂકીને રસ્તો ઓળંગતા સમયે આ ઘટના સર્જાઇ હતી. ટ્રક સાથે અથડાતાં મજૂરનું મોત થયું હતું.