એશિયાની સૌથી મોટી હોસ્પીટલ અને જ્યાં સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે એવી અમદાવાદની અસારવા સિવીલ હોસ્પીટલની રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલે ઓચિંતી મુલાકાત લીધી. જ્યાં તેઓએ મહીલા અને બાળ હોસ્પીટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇને દર્દીઓના પ્રતિભાવ જાણ્યા અને હોસ્પીટલના તંત્રને જરૂરી સુચનાઓ આપી