જાવેદ સૈયદ/અમદાવાદ અમદાવાદના અતિ ગીચ અને બાંગ્લાદેશીઓ વસવાટ કરતો વિસ્તાર એવા ચંડોળામાં વેહલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં ભયાનક આગનો બનાવ બન્યો હતો. .આગ એટલી ભયાનક હતી કે, આગમાં ત્યાંના 40 જેટલા ઝુંપડા બળીને ખાક થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 15થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચ્યો હતો. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.