રાજ્યમાં ગરમીનો કેર યથાવત છે. અમદાવાદમાં બે દિવસ સુધી ઓરેંન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ત્રીજા દિવસે યલો એલર્ટ રહેશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વરસાદ માટે સાનુકુળ વાતાવરણ જોવાઈ રહ્યું છે. આગામી સપ્તાહે કેરળમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.