સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવતું બીટ કોઈન કૌભાંડ કરોડો રૂપિયાનું છે, અને તેના માસ્ટર માઈન્ડ શૈલેષ ભટ્ટ આખા પ્રકરણમાં સંડોવાયેલા છે. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ ખુદ તેના બનેવી શૈલેષ ભટ્ટ ઉપર આરોપ લગાવ્યો છે અને નિશા ગોંડલિયાએ તો ત્યાં સુધી કહ્યું કે, શૈલેષ ભટ્ટ પાસેથી ભૂમાફિયા જયેશ પટેલે 699 બીટકોઈન ચોરીને પોતાના પ્રેમીને આપ્યા છે, અને જયેશ પટેલ જામનગરમાં એક વકીલની હત્યાનો મુખ્ય આરોપી છે.