દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલા કોર્પોરેશને જાણે કે અડધા અમદાવાદને ખોદી નાખ્યું છે. જેથી અમદાવાદ જાણે કે ખાડાબાદ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.રસ્તા પરના ખાડાઓને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત ચોમાસાની શરૂઆત પહેલા જો રસ્તાઓનું સમારકામ નહીં થાય તો લોકોને મુશ્કેલી સર્જાઇ શકે છે.