અમદાવાદ આરટીઓ કચેરીમાં કામ માટે લાગી લોકોની લાઈનો
આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.