જુઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું
અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.