અમદાવાદના બાવળાનું રૂપાલ ગામ કે જ્યાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. છેવાડાનું ગામ હોવાથી છેલ્લા બે વર્ષથી ગામનું તળાવ ખાલી જ છે. ફતેવાડી કેનાલનું પાણી ગ્રામજન અને ખાસ કરીને ખેડૂતોની જરૂરિયાત પૂર્ણ કરતું હતું પણ થોડા સમયથી કોઈ સરકારી યોજના કામમાં ન આવતી હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યાં છે. ગામના ટ્યુબવેલમાં પણ પાણી ખાલી થવા લાગ્યું છે. પાણી વગર પાક બગડી રહ્યો છે. આ સિવાય કંઈ કંઈ સમસ્યાઓનો ગ્રામજનો કરી રહ્યાં છે જે જાણવા અમારા સંવાદદાતા ઉદય રંજન ત્યાં ગયા અને અમારા કાર્યક્રમ થકી સમસ્યાના સમાધાનના પ્રયાસની પણ આપી હતી ખાતરી...