સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવા પ્રવાસન વિભાગની મહત્વનો નિણર્ય લીધો છે. કેશોદનું બંધ પડેલું એરપોર્ટ પર 76 સીટનું પ્લેન ફરી દોડશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે પ્લેનની સુવિધા શરુ થઈ રહી છે. જેનાથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને લાભ મળશે. ગમે તે ઘડીએ આ અંગે પ્રવાસન વિભાગ જાહેરાત કરી શકે છે.