રાજ્ય સરકારના જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના લોક રક્ષક દળના મુદ્દે મુખ્યમંત્રીને લખેલા પત્ર સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઇને નીતિન પટેલના નિવેદન પર અલ્પેશ ઠાકોરે નીતિન પટેલને સણસણતો જવાબ આપ્યો હતો. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, નીતિન પટેલને કહું છું કે, સરકારની પણ જવાબદારી બને છે.