સુરતની ઘટના બાદ રાજ્ય સરકારે વિવિધ શહેરોમાં સામુહિક કાર્યવાહી શરૂ કરી છે.AMCએ શહેરના વિવિધ વિસ્તારોની રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ તેમજ કૉચિંગ ક્લાસિસમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. તો સીજી રોજ પર આવેલી બ્લૂ રૂફ ટોપ રેસ્ટોરેન્ટમાં ગેરકાયદે થયેલા બાંધ કામને તોડી પાડવામાં આવ્યું છે.તો માનસી ચાર રસ્તા પાસે આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ, બોડકદેવમાં એલન ઈન્સ્ટિટ્યૂટ, કૃષ્ણનગરમાં બાળકોની કિડો સ્કૂલમાં ગેરકાયદે બાંધાકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે..તો નરોડા સ્થિત એપલ હોસ્પિટલ અને શાહીબાગ વિસ્તારમાં આવેલી ગંગોત્રી ગેસ્ટ હાઉસમાં AMCએ કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામ તોડ્યુ.