ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 9માં પદવીદાન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહાત્મા મંદિરમાં હાજર રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાનું સંબોધન કરતા કહ્યું કે, 2022 સુધીમાં દરેક પાસે ઘર હશે... શૈચાલય બનાવી રહ્યાં છીએ... વીજળી ન હતી વીજળી આપી... કેટલાક લોકો હજુ દેશમાં ગરીબ હોવાની, ખાવાનું ન મળતું હોવા વાત કરી રહ્યા છે પણ જોવાનો દ્રષ્ટિકોણ છે આજે ભારત પાસે સૌથી વધુ ડોક્ટર છે. સૌથી વધુ યુવાનો છે. દેશ 130‌ કરોડનું માર્કેટ છે. જે દેશ પાસે 130 કરોડનું માર્કેટ હોય તે કોઈ પણને ઝુકાવી શકે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે નિરાશાનો વેપાર કરનારાથી યુવાનો બચવું જોઈએ... આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદને સમજવો‌ જરૂરી છે. લેકાવાળામા 100 એકર જમીન પર જીટીયુ યુનિવર્સિટીનુ નિર્માણ થશે.