અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો થયો છે.જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ખાસ કરીને જિલ્લામાં મુખ્ય કપાસ,મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે.તો તલ,બાજરો,જુવાર વગેરે પાકો પણ ખેડૂતો લઈ રહ્યા છે.જિલ્લામાં આગોતરા વરસાદ થતાં ખેતરોમાં મોલાત પણ સારી જોવા મળી રહી છે.