રાજુલા નગરપાલિકાનાં કોંગ્રેસનાં બળવાખોર પાલિકા પ્રમુખ બાઘુબેન વાણીયાએ રાજીનામું આપ્યું છે. અમરેલી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રાજીનામું સોપ્યું છે. પાલિકા પ્રમુખના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રમુખે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહી રહ્યાં છે.