અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી અને દશેરા. આજે જ્યારે દશેરાનો પાવન પર્વ છે ત્યારે જામનગરમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજની વાડી ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા જામનગરના રાજપૂત આગેવાન, ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિથી શસ્ત્ર પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો...જેમાં રાજ્યમંત્રી સહિત જામનગર રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શસ્ત્રોની પારંપરિક પૂજા કરવામાં આવી....